મહારાષ્ટ્ર: ગતરોજ મહારાષ્ટ્રમાં આવેલા જવાહર તાલુકાના પ્રકૃતિ /નિસર્ગ હોટેલ ખાતે આદિવાસી કુકણા કોકણી કુનબી (ડાંગ) સમાજની બીજા રાષ્ટ્રીય મહાસંમેલન યોજવામાં આવનાર છે જે અંગે આયોજન કરવા માટે ની બેઠક બોલાવવા માં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં સૌ પ્રથમ બાબુ કાકા દ્વારા પ્રકૃતી પૂજા અર્ચના કરવામાં આવી અને બાદમાં  મહારાષ્ટ્રમાં આવેલા નાસિક, ઠાને, મુંબઈ, પાલઘઢ, ધૂલે, નંદુરબાર, અને ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ અને દાદરા નગર હવેલીમાં રહેતા કુકણા સમાજના અગ્રણી કાર્યકર દ્વારા વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ ચર્ચાવવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રિય મહાસંમેલન માટે આર્થિક ભંડોળ માટે ફાળો નક્કી કરવામાં આવ્યો જેની વિગત સમાજ દ્વારા નક્કી કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે
1. ખેડૂત અથવા સામાન્ય માણસ માટે=100/રું
2.વ્યવસાય ધંધો કરતો હોય તો:-500/-
3. કોઈ મોટો વ્યવસાય ધંધો કરતો હોય તો 2500/અથવા 5000/-
4. લોક પ્રતિનિધિ સરપંચ માટે 5000/-
5. સભ્ય હોય તો 1000/-
6. જિલ્લા પંચાયત સભ્ય 5000/-
7. ધારાસભ્ય /સાંસદ માટે 500000(પાંચ લાખ)
8. નોકર દાર ક્લાસ -1 માટે 3000/-
9. વર્ગ 3 નાં કર્મચારી 1000/-
10. ક્લાસ- 1 નિવૃત્ત હોય તો 1500/-

ઉપરોક્ત હોદ્દા મુજબ સમાજ નાં સંમેલન માટે સહયોગ રાશિ આપવા માટે ચર્ચા કરવામાં આવી. તેમજ ગયા વર્ષે પ્રત્યેક જિલ્લા માટે ત્રણ લાખ ફાળો આપવા માટે નક્કી થયું હતું. જયારે આ વર્ષે પ્રત્યેક જિલ્લામાંથી સાડા ત્રણ લાખ ફાળો આપવા નક્કી કરવામાં આવ્યું છે.