ઝઘડિયા: ભરૂચના રાજકારણમાં દિવસે ને દિવસે નવાજૂનીના એંધાણ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા સાથે મુલાકાત કરતાં અને છોટુ વસાવા દ્વારા સમર્થનની ખાતરી આપી દેતા રાજકારણ ગરમાવો આવી ગયો છે. મુમતાઝ અને છોટુ વસાવાની બેઠક શું સાબિત કરે છે કે આદિવાસી નેતાઓ અંદરો-અંદર લડતા લડતાં જ જિંદગી ખપાવી દેશે..? આખરે આવા નેતાઓ પર આંધળો વિશ્વાસ મૂકી પોતાનો મત આદિવાસી સમાજના ઉત્થાન માટે આવતા આદિવાસી લોકોનું શું ?
ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત એમ બની કે, કોંગ્રેસના સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી હોવાનું મુમતાઝ પટેલે જણાવ્યું હતું. હવે ભરૂચ રાજકારણનું જહાજ કઈ કિનારા પર જઈને ઉભું રેહશે એ જોવું ખુબ જ રસપ્રદ બનવાનું છે.
એક તરફ હજી ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ રાજકારણ ગરમાયેલું છે ત્યારે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે મુલાકાત બાદ મુમતાઝ પટેલે કહ્યું કે, છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી છે. જાણીતા પત્રકાર પ્રશાંત દયાળ પોતાના નવજીવનના એક એપિસોડમાં જણાવે છે કે આ બેઠકનો જે દૌર ચાલી રહ્યો છે તે ભાજપની જ અંદરની રાજનીતિ છે. મુમતાઝ અને એમના ભાઈ દ્વારા મુસ્લિમ વોટો અને છોટુ વસાવા દ્વારા આદિવાસી વોતોનું તુષ્ટિકરણ કરી ચૈતરના મુસ્લિમ અને આદિવાસી વોટશેર ઘટાવી ચૈતર વસાવાને હરાવવાનો કારસો તૈયાર કરાઈ રહ્યો હોય એવા અણસાર દેખાય રહ્યા છે