બોડેલી: મેરી પંચાયત નકલી સહી કૌભાંડ મામલે વિપક્ષ નેતા જીગ્નેશભાઈ રાઠવા એ કોભાંડ બહાર પાડ્યું છોટાઉદેપુર કલેકટર તથા છોટાઉદેપુર જિલ્લા એસ.પી તથા જિલ્લા પંચાયત વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચશ્રીઓ ના કાર્યકાળ સમાપ્ત થઈ જતાં સરપંચોની જગ્યા એ 19 પંચાયતોમાં વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે અને પંચાયતો ના વહીવટ સરપંચ ના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે. સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થતાં તેઓ હવે માજી સરપંચ બની જાય છે કોઈ પણ વિકાસના કામો માં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે ઉજઈ (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) નો ઉપયોગ સહી ના રૂપે કરવામાં આવે છે.

બોડેલી તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા દ્વારા આ મામલો પ્રકાશમાં લાવતા બોડેલી તાલુકાની 19 પંચાયતો ના વહીવટ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે.

સમગ્ર કૌભાંડ મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા જીગ્નેશ ભાઈ રાઠવા સાંભળો