વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉનાઈ ખાતેના માર્કટયાર્ડમાં ભીંડા ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે હોબાળો મચતા ખેડૂતોએ માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.એપીએમસી માર્કેટમાં ઉનાઈ સહિત ડોલવણ આસપાસના ગામો માંથી ભીંડા લઇ ને આવતા ખેડૂતો ને ભીંડા નો ઓછો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વેપારીઓ દ્વારા થયેલ હરજી કરતા ઓછા ભાવ અપાતા વિફરેલા ખેડૂતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી દીધી હતી.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ મળતી વિગતો પ્રમાણે ભીંડાની હરાજી દરમિયાન ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ભાવ બાબતે બોલાચાલી થતાં ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી. ખેડૂતોનો આક્ષપ છે કે વેપારીઓ યોગ્ય ભાવ કરતા નથી. જેથી ખેડૂતોએ હરાજી અટકાવી ખેડૂતોના પ્રશ્ન એવા છે હરાજીમાં ભાવ ૭૦૦ નક્કી થયાં બાદ વેપારીઓ ૬૫૦ થી ૬૦૦ ના ભાવ આપે છે તો હરાજી માંજે ભાવ નક્કી કર્યો એનો કોઇ મતલબ નહીં હોવાથી ખેડૂતોને હરાજીની કિંમત કરતાં નીચે ભાવ મળતા એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો હતો છૂટકમાં રૂપિયા ૪૦ થી ૫૦ પ્રતિ કિલોથી વધુની કિંમતે વેચાતા ભીંડાની ખેડૂતો પાસેથી ભીંડાનો નજીવો ભાવ મુદ્દે ખેડૂતોનું શોષણ થતું હોવાથી હરાજી થયાં પછી નક્કી થયેલ ભાવ માન્ય ગણાય છે. છતાં માર્કેટમાં નક્કી થયેલ ભાવનો અમલ નહીં થતો હોવાથી માર્કેટયાર્ડમાં ભાવ મુદ્દે ખેડૂતો, વેપારીઓ વચ્ચે ભારે બોલાચાલી સાથે ખેડૂતોએ હોબાળો કરી હરાજી બંધ કરાવી હતી.જોકે હરકતમાં આવેલા સત્તાધીશોએ ઘટના સ્થળે પહોંચીને ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને નક્કી કરેલ ભાવે ભીંડાની ખરીદી કરવાની ખાત્રી આપી હતી વેપારીઓ દ્વારા હરાજીના નક્કી ભાવે ખેડૂતો પાસે ખરીદી કરતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને તે પહેલા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી હતી