( મુંબઈના જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર અને વિશ્વાસ ન્યુઝ ઇન્ડિયાના તંત્રી દેવાંશુ દેસાઈના ફેસબુક પેજ પરથી આ લેખ લેવાયો છે )

ભારતના આદિવાસી સમાજમાં અનેક પક્ષ અને ઘણા નેતા કાર્યરત છે પણ ખરા અર્થમાં સમાજસેવક કહી શકાય એવા યુવાનો મુઠ્ઠીભર છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં આવો જ એક ચહેરો ઉભરી ચૂક્યો છે…એનું નામ છે ડોક્ટર હેમંત પટેલ. ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંતભાઈને હવે ઉમરગામ, વાપી,ઉદવાડા, પારડી, ધરમપુર, વાંસદા,ડાંગથી લઈને સુરત-નવસારી સુધી કોઈ ઓળખની જરૂર નથી. એમના કામની સુવાસ રોજે રોજ પ્રસરી રહી છે. ડોક્ટર હેમંત પટેલ નાની ઉંમરે સમાજસેવક તરીકે જાણીતા થયા છે. ધરમપુર, કપરાડા,,વાંસદા,ડાંગ… ચારે બાજુ એમની સેવાની સુવાસ છે. યુવાન હોય કે વૃદ્ધ આદિવાસી હોય કે અન્ય કોમના લોકો ડોક્ટર હેમંત પટેલએ દરેક ઉંમરના લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે.

એમના માતા-પિતા બંને શિક્ષક… સંઘર્ષ અને મહેનત તેમજ કામ પ્રત્યે ઈમાનદારીના ગુણ એમને વારસામાં મળ્યા છે. એમના પત્ની ડોક્ટર મિત્તલ બહેન ધરમપુર વિસ્તારના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. એમના સસરા ડોક્ટર ડી સી પટેલ ભારતભરમાં જાણીતા ડોક્ટર છે… ડોક્ટર ધીરૂભાઇ પટેલે છેલ્લા ત્રણ દાયકામાં ઝેરી સર્પ, વીંછી વગેરે કરડવાના કારણે મોતના મુખ તરફ ધકેલાઈ જતા લગભગ ૨૨,૦૦૦ દર્દીઓને બચાવીને નવજીવન આપ્યું છે. તબીબી ક્ષેત્રે આ રેકોર્ડરૂપ કામગીરીને લઈને લઈને એઓ દેશભરમાં ખ્યાતિ ધરાવે છે. આમાંથી મોટાભાગના દર્દી વલસાડ અને ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના હોય છે.

ટૂંકમાં ડોક્ટર હેમંત પટેલના પરિવારના છ જેટલા ડોક્ટરો સાંઈનાથ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને તબીબી સેવા કાર્ય કરી રહ્યા છે. ગયા વરસે જૂન મહિનામાં ડોક્ટર હેમંત પટેલએ આદિવાસી પત્રકારો અને સાહિત્યકારોનું એક અભૂતપૂર્વ સંમેલનનું વલસાડમાં આયોજન કર્યું હતું. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં આ એક ઐતિહાસિક સંમેલન હતું.સંમેલનમાં છેક ગાંધીનગર, અમદાવાદ,વડોદરા, ઉમરગામથી આવેલા પત્રકાર આદિવાસી પત્રકાર-સાહિત્યકારોનું કહેવું હતું કે આ રીતનો પરિસંવાદ ઇતિહાસમાં પ્રથમ વખત થયો હતો. એટલું જ નહીં ડાંગના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ડોક્ટર હેમંત પટેલે દિવાળી પહેલા ખાસ આદિવાસી ભાઈ-બહેનો માટે ભાગવત-કથાનું આયોજન કર્યું હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી એઓ ધરમપુર, કપરાડા વાંસદા,ડાંગ વિસ્તારમાં આદિવાસી યુવાન યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સતત કાર્યરત છે. ગયા જૂન મહિનામાં સ્કૂલ શરૂ થાય એ પહેલા હેમંતભાઈએ આદિવાસી વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધી તેમજ ભારમુક્ત ભણતર માટે અમદાવાદથી જાણીતા પત્રકાર-લેખક-વક્તા રમેશભાઈ તન્નાને આમંત્રણ આપી બોલાવીને હજારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું…

હેમંતભાઈનું બીજું મહત્વનું પાસું એ છે કે એઓ પડદા પાછળ રહીને કામ કરવામાં માને છે…થોડુંક કામ કરીને પબ્લિસિટી લેવી એ એમના સ્વભાવમાં નથી… ખૂબ ઓછું બોલે પણ વિચારીને બોલે… મૌન રહીને ખૂબ મોટી પ્રવૃત્તિ કરે.. આ વાત મારા જાતઅનુભવને આધારે લખું છું. એમની હોસ્પિટલમાં સાવ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા આદિવાસી કે અન્ય કોમના લોકો આવે તો ગમે એમ કરીને પણ એમને સારવાર અપાવે છે… પૈસાના અભાવે સારવાર વિના દર્દીને પાછા મોકલી આપતા નથી.અલબત્ત ડાબા હાથે કરાતી આ સેવાને એમના જમણા હાથની ખબર નહિ પડે એમ મુકસેવક તરીકે કામ કરે છે. વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને એક કલાક કસરત અને ધ્યાનથી પોતાની સવાર શરૂ કરનારા હેમંતભાઈ રાત્રે ૧-૧૨ વાગ્યા સુધી થાક્યા વિના સતત કામ કરે છે.

એમના વિશે તો પાનાં ભરીને લખાય એટલા સેવા અને સદકાર્ય થઈ રહ્યા છે. આ લેખ લખવાનો હેતુ એટલો જ છે કે આજે ડોક્ટર હેમંત પટેલનો જન્મદિવસ છે… પડદા પાછળ રહીને ચૂપચાપ કામ કરતા વલસાડ જિલ્લાના આ ઉભરતા આદિવાસી ચહેરાને જન્મદિવસે પ્રોત્સાહન આપવું જ જોઈએ. એઓ એક અદભુત વિરલ વ્યક્તિત્વના માલિક છે… જન્મદિવસના વધામણા ડોક્ટર હેમંત પટેલ