ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડા જિ- નર્મદા ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પંચપ્રકલ્પ આઝાદી કા અમૃત મહોત્સવ અને એન. એસ. એસ દ્વારા સાયબર સિક્યોરીટી અને નશીલે પદાર્થો દુરપયોગ જાગૃતિ અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ મુખ્ય વક્તા તરીકે દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પંડ્યા સાહેબે સાયબર એટેકવિશે વિવિધ માહિતી આપી સાથે પોતાની સાથે ફ્રોડ થાય તો એનાથી કેવી રીતે બચી શકાય, ઓનલાઇન ફરીયાદ 1930 પર કોલ કરી સાયબર ફ્રોડ થી બચી શકાય સાથે 155260 હેલ્પલાઇન વિષે માહિતગાર કર્યા હતા અને નશીલા પદાર્થથી દૂર રહેવાની હાકલ કરી હતી.
કોલેજના આચાર્ય શ્રી ડો.અનિલાબેન પટેલે કાર્યક્રમ અનુસાર ઉદબોધન કર્યું હતું. ગૌરવ ગોયેલે આભાર દર્શન કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌરવ ગોયેલે તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા તથા સંચાલન જયશ્રીબેન વસાવાએ કર્યુ હતુ. કાર્યક્રમના અંતે રાષ્ટ્ર ગાન કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવ્યું હતું.

