તિલકવાડા: લગ્ન મંડપમાંથી પ્રેમજાળમાં ફસાવેલી સગીરાને લાલચ આપી યોગેશ બારીયા નામનો એક પરણિત યુવક બાઈક પર ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેને લઈને રાજપીપળાની કોર્ટ દ્વારા યુવકને 10 વર્ષની જેલની સજા મળી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો જેમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફરિયાદીની દલીલો રજુ કરવામાં આવી રહી હતી. કોર્ટે બધી જ બાબતો ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ યોગેશભાઈ ચંદુભાઈ બારીયાને ઈ.પી.કોડ કલમ-363 ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને 1000 દંડ, ઈ.પી.કો કલમ-366 ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.
આ ઉપરાંત રાજપીપલા તાલુકાની એડી.સેસન્સ કોર્ટ 2500 દંડ તથા ઈ.પી.કો કલમ-376 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા તથા 5000 રૂપિયા ના દંડની સજાનો હુકમ કર્યો છે. આ ઘટનાને લઈને યુવકના પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

