ડેડીયાપાડા: ગતરોજ સવારે અંદાજીત 10:30 વાગ્યાના સમય પર નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ ડેડીયાપાડા તરફ જતા મોવી થી ડેડીયાપાડાના રોડ વચ્ચે વારંવાર અકસ્માતો થવાની ઘટનાઓ બને છે જેમાં ડેડીયાપાડા થી મોવીના રસ્તાનું જે સમારકામ થયું છે જેમાં વેઠ ઉતારવામાં આવેલી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પણગામ ગામ પાસે ટ્રકચાલક કે પાછળ થી જિલ્લા ટ્રાફિક પોલીસની બોલેરો ગાડીને ટકકર મારતા પોલીસની બોલેરોગાડી રોડ પર થી પુલપર થી ખીણમાં પલટી મારી ગઈ હતી. નિયમ અનુસાર રોડની રેલિંગ ના હોવાના કારણે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી પુલિયા નીચે ખીણમાં પલટી જવાની અકસ્માતની ઘટના બની હતી. ગાડીમાં સવાર પોલીસકર્મી રમેશભાઈ અને સંજયભાઈ સામાન્ય ઇજા થવા પામી હતી
આ અકસ્માતમાં ખીણમાં પડેલી ગાડીને ત્યાંથી પસાર થતાં સ્થાનિક લોકોની મદદથી બોલેરો ગાડીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતા જ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ પી.જે.પંડ્યા સાહેબ પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તત્કાલિક ડેડીયાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનીની ઘટના બનવા પામી ન હતી.

