કપરાડા: થોડા દિવસ પહેલા કપરાડાના જોગવેલ ગામ પાસે આવેલાં કોતરમાંથી મળી આવેલી લાશની પોલીસ તપાસ થતાં તેની હત્યા કરાયા હોવાની નાનાપોંઢા પોલીસની ટીમ દ્વારા જાહેરાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ ઉઠયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના ઓઝરડા ઓઝર ફળિયામાં રહેતા રામાભાઈ સોમાભાઇ વાઘાત લાકડા કાપવા મજૂરીએ જવા ઘરેથી નીકળ્યા હતા પણ રાત થવા આવી છતાં ઘરે પરત ન ફર્યા નહિ અને બીજા દિવસે તે મૃત અવસ્થામાં જોગવેલ ગામના કોતરના ખાચામાંથી મળી આવ્યા હતા આ ઘટની જાણ તેમના પુત્ર દ્વારા કરતાં નાનાપોંઢા પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી આગળ તપાસ આદરી હતી ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી ભરી તપાસ કરતાં તેની હત્યા થયા હોવાનો ખુલાશો કર્યો છે. અને ઓઝરડા ગામના જ પિતા-પુત્ર તુલજી મનસુ વાઘાત અને ચેતન તુલજી વાઘાત બંનેને હત્યાના આરોપી તરીકે જાહેર કર્યા છે.
એવું કહેવાય રહ્યું છે કે રામાભાઈ વાઘાતને 5 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યાની આસપાસ જોગવેલ જી રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપી પિતા-પુત્રએ તેમના મોઢાના ભાગે, જડબા ઉપર અને માથાના પાછળના ભાગે પથ્થરથી ગંભીર ઘા કરીને મારી નાખ્યા હતા અને પુરાવા નાશ કરવા તેની લાશ ખાડામાં ફેંકી દીધી હતી. આ ઘટનાને જમીન વિવાદ અને ઘરના બાથરૂમ ઉપર આરોપીઓના વૃક્ષની ડાળી પડતા મૃતકે તેને કાપી દેવાની ‘ બનાવ’ ના કારણે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

