ભરૂચ: ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું મુલાકાત દરમિયાન સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરતા શિક્ષકોના કોઈ પણ પ્રશ્નો હોય આપણે સૌ સાથે મળી શિક્ષણ અને શિક્ષકના હિતમાં એક ટીમ બને કાર્ય કરીશું એવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ બચુભાઈ વસાવા ને આગેવાની ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચ ખાતે નવનિયુક્ત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઝઘડિયા ઘટક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, લાલજીભાઈ વસાવા, સુભાષભાઈ વસાવા અને નેત્રંગ તાલુકા ઘટક સંઘના પ્રમુખ હરિસીંગભાઇ વસાવા અને ચાસવડ ડેરીના ચેરમેન અને શિક્ષક શ્રી કવિભાઈ વસાવા વાલીયા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી નિલેશભાઈ વસાવા અરવિંદભાઈ વાઘેલા ની ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત કરી હતી અને ઉત્સાહભેર સ્વાગત કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુલાકાત દરમિયાન સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરતા શિક્ષકોના કોઈ પણ પ્રશ્નો હોય આપણે સૌ સાથે મળી શિક્ષણ અને શિક્ષકના હિતમાં એક ટીમ બને કાર્ય કરીશું એવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા અને સાથી સંગઠનના મિત્રોએ આવકારી હતી

            
		








