છોટાઉદેપુર: ગિફ્ટ સીટી બનાવ્યા બાદ તો ગુજરાતમાં જાણે દારૂની છૂટ જ મળી ગઈ એમ લાગે છે વર્તમાન સમયમાં દીકરીઓની છેડતી ઘટના ની સાહી સુકાઈ નથી ત્યાંતો નસવાડી તાલુકા મા દારૂ હેરાફેરી કરતા ખેપિયા ઓ બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે

જુઓ વિડિઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના ખોડીયા ગામ પાસે દારૂ લઈ બેફામ ચલાવતા બાઈક સવારે સાઇકલ સવારને અડફટે લીધો અને દારૂના કેવોટરીયા, બિયર ટીનની રોડ ઉપર રેલમ છેલ થઇ ગયાન દ્રશ્યો સામેં આવ્યા હતા ગ્રામજનો બે ખેપિયા ઓને ઘેરી લઈ નસવાડી પોલીસ હવાલે કરી દીધા હતા

હાલમાં ગ્રામજનોમા દારૂના વેચાતાં વેપલાને લઇને ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકો નર્મદા કાંઠો ધરાવતો હોય નસવાડી તાલુકાના અનેક ગામોમ દા રૂનું દુષણ છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન માત્ર કાગળ પર છે એમ લોકો કહી રહ્યાં છે.