ડેડીયાપાડા: શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધુમ્મસ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારના સમયમાં કડકડથી ઠંડીનો અહેસાસ લોકોને ધ્રુજાવી રહ્યો છે તેને લઈને ડેડીયાપાડામાં આદિવાસી યુવાનોએ વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓને ધાબળા વિતરણની સેવાકીય કામગીરી શરુ કરી દીધી છે.

Decision News ને મળેલી વિગતો મુજબ નર્મદાના કુટીલપાળા ગામના નવયુવા જગદીશભાઈ વસાવા સુન્દરમભાઇ વસાવા અને એમના સાથે મિત્રો સાથે ડેડીયાપાડાના અલગ અલગ ગામમાં જઈને વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓને આર્થિક રીતના સગવડ નહીં હોવાના કારણે ઠંડીમાં મુશ્કેલી ભોગવાવનો વારો નહિ આવે તે માટે ડેડીયાપાડા તાલુકાના મંછીપાડા ગામે ગરમ ધાબળા વિતરણની કામગીરી કરી છે.

ડેડીયાપાડા તાલુકાના મંછીપાડા ગામમાં આ આદિવાસી યુવાનોએ વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓ વચ્ચે જઈને  65 જેટલા વ્યક્તિઓને ઠંડીથી બચવા માટે ગરમ ધાબડાઓ આપી આદિવાસી સમાજમાં ‘સેવા’નું એક અનોખું  ઉદાહરણ પૂરું પાડ્યું છે.