ડેડીયાપાડા: આદિવાસી પરિવારો પોતાનું જીવન ખેતીવાડી અને પશુપાલન સાથે કરીને ગુજારો કરી પોતાનો અને પરિવારનું જીવન ગુજાર ચલાવે છે ગઈકાલ રાત્રિના સમયે ડેડીયાપાડા તાલુકામાં બોડીપીઠા ગામે આદિવાસી પરિવારના વાછરડાઓ પર જંગલી જાનવરે હુમલો કરી વાછરડાઓને ફાડી ખાધા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ સમગ્ર ઘટના જંગલ ખાતાને જાણ કરતા જંગલ ખાતા સ્થળ ચકાસણી કરેલ છે અને વારંવાર આવી ઘટનાઓ થાય છે અને ગામના લોકો જંગલ ખાતા ને જાણ કરે છે ડિસિઝન ન્યૂઝના ટીમે ગામ ના લોકો સાથે અને ગામના સરપંચ સાથે ચર્ચા કરતા ગામ લોકોની એવી માંગ છે કે આ પ્રશ્ન વારંવાર થાય છે આ કોઈ કાયમી સોલ્યુશન નથી અમને કાયમી સોલ્યુશન જોઈએ.

ઘણા સમયથી વારંવાર ઘટનાઓ થાય છે પણ આજ દિન સુધી જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વન્ય ઘાતક પ્રાણીઓને પકડવા માટે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી બોડી પેઠા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો આ ઘટનાથી ડરી ગયા છે અને સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાઈ ગયો છે ત્યારે જંગલ ખાતા ના તંત્ર ધ્યાન આપશે કે શું એ જોવું રહ્યું