ડાંગ: આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ 28 ડિસેમ્બર, 2023 ના રોજ 139 માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા યુવકોને કોંગ્રેસના ગૌરવશાળી ઇતિહાસની અને વારસાની માહિતી આપવામાં આવી તેમજ હાલની ભાજપ સરકાર દ્વારા સ્થાનિક તેમજ રાજ્ય અને દેશભરમાં લોકોને પડી રહેલ મુશ્કેલી બેરોજગારી તેમજ મોંઘવાની અને ભ્રષ્ટાચાર બાબતે ભાજપ સરકારની ઝાટકણી કરતા યુવાનોને સત્તાપક્ષના અન્યાય સામે લાડવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા યુથને કોંગ્રેસ પક્ષ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી અને આવનાર લોકસભાની ચૂંટણીમાં યુવાનોને સક્રિય ભૂમિકા ભજવવા માટે આહવાન કરવામાં આવ્યું. જેમાં આહવા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ અને આહવા ગ્રામ પંચાયતના વોર્ડ સદસ્યશ્રી સાલેમ પવાર, રોબિન આહીરે, આનંદ પવાર, સ્નેહલ પવાર, વિશાલ પવાર, જોસેફ સેવુંર, વિકાસ જાદવ વગેરે ખુબ જ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા.