ગુજરાત: એક વિદ્યાર્થીનીની હાઈકોર્ટેમાં અપીલ કરી હતી ત્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે અને તે શાળાએ સુધારવી જ પડે એમ ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં ઠરાવ્યું છે.

અરજદાર વિદ્યાર્થીનીની રજૂઆત હતી કે તેણીના માતા-પિતાએ શાળામાં એડમીશન વખતે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મ તારીખ તા. 21-08-1991 છે, તેના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તા.22-08-1991 લખાયેલુ છે. ત્યારે જરૂરી સુધારો કરી આપવા માટે શાળા સમક્ષ તેના જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામું જેવા પુરાવા રજૂ કર્યા છે, ત્યારે શાળાએ સુધારો કરવામાં આવે.

હાઈકોર્ટે કહ્યું કે અરજદાર વિદ્યાર્થીની દ્વારા રજૂ કરાયેલ જન્મનો દાખલોએ રાજય સરકાર દ્વારા જારી એક વૈધાનિક પ્રમાણપત્ર છે, જે પુરાવા તરીકે તે ઘણું મૂલ્યવાન હોય છે. જન્મના પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાયેલી જન્મ તારીખ એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ – વૈધાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલ હોય – છે. એક વખત ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે. ખાસ કરીને ત્યારે જે જયારે – વિદ્યાર્થીની તરફથી રજૂ કરાયેલ જન્મના – પ્રમાણપત્રને લઇ કોઇ વિવાદ નથી, તેથી તેના આધારે શાળાએ સ્કૂલ લિવિંગસર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવો જોઈએ.