વાલોડ: શિક્ષક જગતને લઈને લઈને લોકોમાં થૂ થૂ થવા લાગ્યું છે કેમ કે વાલોડ તાલુકાના બુહારી ગામમાં આવેલ શ્રી.બી.ટી.એન્ડ કે. એલ. ઝવેરી સ્કુલમાં એક લંપટ અને વાસનાના ભૂખ્યા શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કર્યાનો મામલો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાલોડ તાલુકાના બુહારીમાં આવેલી શ્રી.બી.ટી. એન્ડ કે.એલ.ઝવેરી સ્કુલ ખાતે માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉત્તમ રણછોડ સોલંકી અવાર નવાર સ્ટાફ રૂમમાં તથા વર્ગ ખંડમાં એક શિક્ષિકા સાથે કામ વગર પણ વાતચીત કરવાની કોશિશ કરતા હતા અને ફરિયાદ અનુસાર છેલ્લા એક વર્ષથી કોઈને કોઈ બહાના હેઠળ શિક્ષિકાનો પીછો કરતા હતા. ત્યારે એક દિવસે શિક્ષિકા જ્યારે વોશ રૂમમાં ગઈ ત્યારે તે ચિઠ્ઠી લઇ પાછળ ગયો પરંતુ શિક્ષિકા ડરી ગઈ અને તેણે ચિઠ્ઠી ફેંકી દીધી અને આચાર્યને ફરિયાદ દીધી બાદમાં શિક્ષક ઉત્તમ સોલંકી પોતાની ભૂલ સ્વીકારી ફરી એવું ન કરવાની બાંહેધરી આપી હતી.
પરંતુ લંપટ શિક્ષક બાજ ન આવ્યો અને અવાર નવાર શિક્ષિકાની છેડતી કરતો રહ્યો અને શિક્ષિકાનો નંબર મેળવી તેને માનસિક રીતે પરેશાન કરવા લાગતાં શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં વાલોડ પોલીસે ફરિયાદ નોંધી શિક્ષક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.