ચીખલી: ચીખલી રાનકુવા રોડ પર ચાલતા કોરી ઉદ્યોગ ધમ-ધમાંટ ચાલી રહ્યા છે ત્યારે કોરી માંથી નિકળતી ઓવરલોડ અને જોખમી વાહનોને લઇ તંત્ર નિદ્રાધીન છે એવું લાગી રહ્યું છે. જ્યારે વાહન પરિવહન વિભાગ નાના ફોરવ્હીલર અને ટુ વ્હીલરને અનેક પ્રકારના દંડ આપી પૈસા વસૂલી રહ્યા છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એવા જોખમી વાહનો રોકશે કોણ એ પ્રશ્નો છે. કે નાના વાહન ચાલકોને જ લૂંટવાની નેમ લીધી છે કે પછી તંત્ર એ આવા વાહન ચાલકો પરથી મલાઈ કે મીઠાઈ લઈ છુટ આપી દીધી છે
ગુજરાત સરકાર રોડપર દોડતા વાહનોને લઈને વારંવાર અનેક નિયમો લગુ કરતા હોય છે ત્યારે ચીખલી રાનકુવા રોડ પર પથ્થરો ભરેલા જોખમી ઓવરલોડ વાહનો કોનાં આશીર્વાદથી કે પછી આવા જોખમી વાહનોને છૂટ આપી નાના વાહનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દ્રશ્યમાં જે પથ્થર ભરેલી ઓવરલોડ અને ભારે જોખમી ટ્રકના દ્રશ્યમાં જોઈ રહ્યા છો એને લઈને ચીખલી રાનકુવા જતા આવતા નાના વાહન ચલકોનો પણ જીવ જોખમાઈ રહ્યો છે ત્યારે શું લાગતા વળતા તંત્ર કોઈક મોટી દુઘર્ટના સર્જાઈ તેની વાટ જોઇને બેઠું છે.
કોઈ દુર્ઘટના સર્જાય તો જે દ્રશ્ય માં જોઇ શકાય એ વાહનની નંબર પ્લેટ પણ નથી તો એમને પકડવું કઈ રીતે ત્યારે લોક ચર્ચા ઉઠી કે જો કોઈક મોટી દુઘર્ટના સર્જાય તો જવાબદાર કોણ ? કોરી ઉદ્યોગ, ટ્રકચાલક, કે વાહન પરિવહન વિભાગ કે પછી વાહન ચાલક પોતે.