વાપી: ગતરોજ શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમના કેપ્ટનને સંવિધાનની બુક આપવામાં આવી હતી. સતત 6 ઠી વખત જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓમાં એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે એ હેતુથી જેટકો વાપી ડિવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 220 KV બલીઠા વિજેતા રહી હતી જેને ભારત દેશનું બંધારણ (સંવિધાન) ટ્રોફી આપવામાં આવી હતી, અને 220 KV ભિલાડ રનર્સઅપ રહી હતી જેને પણ બંધારણ (સંવિધાન) અને ટ્રોફી આપવામાં આવી હતી,
આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વી.વી.શાહ કાર્યપાલક ઈજનેર વાપી ડીવીઝન, DE એ.આર, પટેલ, DE સંદીપ ભાઈ, J Eજગદીશ ભાઈ રાવત ધરમપુર, J Eપ્રફુલભાઈ ચૌધરી કપરાડા, J E સંદિપ પટેલ અતુલ, હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો અલ્કેશભાઈ પટેલ, ઉપેન્દ્ર પટેલ સુપર વાઈઝર સુજ્ઞેશ વાઢુ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

