વાંસદા: હાલમાં વાંસદા તાલુકા પંચાયત અવારનવાર વિવાદમાં પંકાતી હોવા છતા જિલ્લા વિકાસ અધિકારી પણ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ સરપંચોના મુખે ચર્ચાઇ રહ્યુ છે. વાંસદા તાલુકા પંચાયતમાં વર્ષોથી ગ્રામ પંચાયત દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીના કામોના એગ્રીમેન્ટો કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વાંસદા તા.પં ભાજપના અધિપત્યમાં હોવાને કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું એક જૂથ સક્રિય બનતા પોતાની એજન્સીને ફાયદો કરાવીને વિકાસના કામોમાં ચલાવી પોતાના અંગત વ્યક્તિને જ લાભ થતા હોય એવા કામો કરતા હોવાથી કોન્ટ્રાક્ટના કામોમાં સરપંચો બધારૂપ બનતા મામલો ગરમાયો છે.

આપણે જેમને સેવા કરવા ચૂંટીને મોકલેલા તે નેતાઓ કોન્ટ્રકટર બની બેઠા છે.

વાંસદા તા.પં.ના ચૂંટાયેલા ભાજપી સભ્યો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સ્થાનિક રાજકીય બાબુઓના ઇશારે વાંસદા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રા.પં.વિરોધી એક અન્યાયરૂપી અમાન્ય ઠરાવ કરી નાખ્યો હતો. જેમાં પ્રજાના પૈસે થતા વિકાસના કામોમાં ગ્રા. પં. એક લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીના કામો કરવાની સત્તા મળેલ છે તેમ છતાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના કામો કોઈપણ સંજોગે ભાજપના હોદ્દેદારોની એજન્સીને મળે એના માટે એક અમાન્ય ઠરાવ થયા બાદ ભાજપ જૂથના એક સભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી.

મીડિયામાં પોતાનું નામ નહિ આપવાની શરતે ભાજપના કહેવાતા નેતાઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે વાંસદા તા.પં.માંથી ભાજપના કેટલાક ચૂંટાયેલા સભ્યો અને ભાજપના હોદ્દેદારો દ્વારા પોતાના મળત્યાઓની ભાગીદારીથી બનાવેલ એજન્સીને ડામર રસ્તા ગટર નાળા પાણીના જેવા કોન્ટ્રાક્ટના કામો મળી રહે તેવી મનમાની ચલાવીને તેમના કોઈ અંગત વ્યક્તિ પાસે કામો કરાવીને પોતાની ઘરની ધોરાજી ચલાવા માટે આયોજન પૂર્વક કાવતરું કરીને અમલમાં મુકાયેલ સરકારી પરી પત્રનું ઉલ્લંઘન કરીને વાંસદા તાલુકા વિકાસ અધિકારી પોતે અમાન્ય ઠરાવ પસાર કરતાની સાથે સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ ઠરાવ ગુજરાત રાજ્યના પરિપત્રના વિરોધમાં હોવા છતાં પણ પસાર કરીને જાણી જોઈને પોતે બનાવેલ એજન્સીને કામો મળે તેવા કાવાદાવા શરૂ કર્યા છે

વાંસદાના તાલુકા પંચાયતના અમુક ભાજપી સત્તાધીશો પોતે એક સર મુખત્યારશાહી ખરડો પસાર કરીને સરકારના પરિપત્રના વિરોધમાં કામ કરીને વાંસદા તા. પં. દ્વારા ફાળવવામાં આવેલા કામોમાં કેવી રીતે ભ્રષ્ટાચાર વધુ થાય અને ભ્રષ્ટાચારને વધુ વેગ આપવા માટે ભાજપના એક જૂથે કરેલ આ નિર્ણય બાદ ભાજપનું અન્ય એક જુથ પણ નારાજ હોવાનું વાંસદા તા.પં. ચર્ચા થઇ રહી છે. આવનારા દિવસોમાં આ બાબતે 95, ગામોના સરપંચો ભેગા મળીને ઉગ્ર-આંદોલન કરવાના મૂડમાં આવી ગયાનું જાણવા મળ્યું છે. જેમાં વધુ સરપંચો આદિવાસી સમાજના છે જેમની સાથે TDO આવું વલણ નિંદનીય છે એમાં બેમત નથી.