ધરમપુર: 24 ડિસેમ્બર 2023 ના રોજ ધરમપુર તાલુકાના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી ખાતે સતત 3 જી વખત તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા ગામો મોટીઢોલ ડુંગરી, નાની ઢોલ ડુંગરી, વિરવલ, મરઘમાળ, રાજપુરી તલાટના ગામોની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ગતરોજ મેચની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા ગામોમાંથી 22 ટીમોએ ભાગ લીધો હતો જેમાં નાનીઢોલ ડુંગરી 11 વિજેતા રહી હતી જેને ભારત દેશ નું બંધારણ (સંવિધાન) રોકડ ઇનામ અને ટ્રોફી ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈના હસ્તે આપવામાં આવી હતી. અને મોટી ઢોલડુંગરી SM11 રનર્સઅપ રહી હતી જેને ભારત દેશનું બંધારણ (સંવિધાન) રોકડ ઇનામ અને ટ્રોફી ગામ માજી સભ્ય શ્રી હરિભાઈ, પરસોતભાઈ, નથુકાકાના હસ્તે આપવામાં આવી હતી, જ્યારે મેંન ઓફ ધ સિરીઝ ભાવિક ભાઈ રહ્યા હતા, અને બેસ્ટ બોલર તરીકે વિપુલ પવાર રહ્યા હતા અને બેસ્ટ બેટ્સમેન તરીકે ભાવેશ પટેલ રહ્યા હતા.
આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને વિરવલ ગામના સરપંચશ્રી પ્રતીક પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજની પટેલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ, સભ્યશ્રીઓ ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, ગામના માજી સરપંચ શ્રી નવીન પવાર, મોટી સંખ્યામાં યુવાનો વડીલો હજાર રહ્યા હતા.

