વાંસદા: પ્રાકૃતિક સંવાદ થકી પ્રેરણા લઇ તથા ચેન્જમેકર્સ કેયૂર કોકણીના સંગના અસર થકી જામલિયા, વાંસદાના વિપુલ ગાંવિત અને તેમના સાથી મિત્રો ઋત્વિજ ભીમસેન, દીપેશ ગાંવિત, હેમાંશુ ગાંવિતએ એમના એક રાણીફળીયાના આત્મનિર્ભર ખેડૂત મિકેનિક મિત્ર ગોપાલ ગરાસિયાનો જન્મદિન કાંઇક અનોખી રીતે ઉજવ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ આજકાલના યુથ જે ખાણી પીણી અને ઉજવણીમાં કેક કલ્ચરમાં વ્યસ્ત છે. જે વાસ્તવમાં આદિવાસી સંસ્કૃતિનો ભાગ જ નથી જેના થકી દેખા-દેખીના આ જમાનામાં આવી ઉજવણી પણ ઘણા પરિવારને આર્થિક ભારણ રૂપ બને છે ત્યારે વાંસદા ખાતે આ 19 વર્ષના નવયુવાન વિપુલ ગાંવિત પોતાના મિત્રમંડળ સાથે મળી સાદગી પૂર્વક ઉજવણી કરવા નક્કી કર્યું. તેમણે મિત્રના આ દિવસનું મહત્વ જળવાય રહે અને પ્રેરણાદાયી બને તે અર્થે વૃક્ષ ભેટ આપવામાં આવ્યું
આ ઉપરાંત તમામ મિત્રમંડળે સાથે મળી સંકલ્પ લીધો કે આજ પછી તેઓ કેક કલ્ચર થી દૂર રહી બને તેટલું સદાયથી ઉજાણી કરશે અને આ દિવસ પ્રકૃતિના જતન માટે ફાળવસે. જેથી આ પ્રકૃતિ અવતરણ દિવસની ઉજાણી ભવિષ્યમાં ફળદાયી નીકળે. યુવાઓના આવા રચનાત્મક કાર્યો સમુદાયને એક ઉમ્મીદનું કિરણ રૂપી બની રહ્યા છે.

