ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા યુવા બ્રિગેડ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની હાલ વન વિભાગના કેસમાં કસ્ટડીમાં છે ત્યારે તેમના સેવાકીય કામગીરીને તેમની ગેર હાજરીમાં તેમના ધર્મ પત્ની વર્ષાબેન પ્રજાની મદદે જઈને આગળ વધારી રહ્યાં છે.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે દેડીયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરિવાર નું ઘર બળી જતા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ના ધર્મ પત્ની વર્ષાબેન તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ, દેવેન્દ્ર વસાવા, ગિરધનભાઈ ઉપસ્થિત રહ્યા.જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અનાજ કરિયાણું, વાસણો, કપડાં વગેરે પહોંચાડી ઇમરજન્સી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ની ગેરહાજરી ના સમયે પ્રજાના મદદે આગળ આવ્યા.

હાલમાં ચૈતર વસાવાના કસ્ટડીમાં ગયા બાદ તેમના પત્ની વર્ષાબેન ખુબ જ ચર્ચામાં આવ્યા છે અને પોતાના પતિના સેવાકીય કાર્યોન આગળ ધપાવી રહ્યાં છે આ ઉપરાંત તેઓ લોકોની વચ્ચે જઈ તેમના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપી રહ્યાં છે ણ તેમને લોકોનું ખુબ જ સમર્થન મળી રહ્યું છે.