ગુજરાત: GETCO દ્વારા લેવાયેલ વિધુત સહાયકની ભરતી ગુજરાતના રાજકોટ, ભરૂચ અને મહેસાણાની ઝોનની ફરી રદ્દ થયાનું જાણવા મળી રહ્યું છે જેનું કારણ હાલમાં GUVNL અને GETCOની માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું કહેવાય રહ્યું છે.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિધુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. GUVNL અને GETCOની માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા ખામી નજરે ચઢી હતી.

કેમ થયો વિવાદ..?
20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.