ખેરગામ: કોઈના નશીબમાં ગરીબી અને મુશ્કેલી સાથે જ હોય છે તેનું ઉદાહરણ ખેરગામના તાલુકાના વાડ ગામમાં દેખાયું અને આ મુશ્કેલીમાં મદદરૂપ થનાર ન મળે એવું કદાચ પ્રકૃતિ પણ ન ઈચ્છે.. આ વાક્યને સાર્થક થયું હોય એમ આ ગરીબ અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા પરીવારને પણ મદદનો ફરીસ્તો મળી ગયો.
Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામના તાલુકાના વાડ ગામમાં ગરીબી અને મુશ્કેલીમાં ફસાયેલા પરિવારની વાત આદિવાસી સમાજના ઉત્થાનમાં અગ્રસર રહેવા પ્રયત્નશીલ એવા યુવા લીડર ડો. વિશાલ પટેલને ખબર પડી અને તેઓ આ પરિવારની મુલાકાતે પોહ્ચ્યા અને પરિવારને પોતાને બનતી મદદ કરવાનું વચન આપી પરિવારના સભ્યોના મુખ પર ખુશીઓ લાવવાનો પ્રયત્ન કર્યો છે.
ડો. વિશાલ પટેલ જણાવે છે કે ખેરગામના મારા મિત્ર ચેતનભાઈ પટેલ દ્વારા વાળ ગામના એક દુઃખી પરિવારની તકલીફો વિશે અવગત કરાવતા કહાની સાંભળી મારી આંખો પણ અશ્રુઓ થી ભીની થઇ ગયી, દુઃખી પરિવારમાં રાજેશભાઈ છેલ્લા ઘણા સમયથી કમરના મણકાની તકલીફના લીધે હાથ પગ કામ નથી કરી શકતા, ઘરમા એમની પત્ની અને બે અભ્યાસ કરતી દીકરીઓ છે, રાજેશભાઈની માંદગીના લીધે ઘરે કોઈ કમાવવા વાળુ નથી , એના કારણે દીકરીઓ એ અભ્યાસ છોડી મજૂરી કરવા મજબૂર હતા,ચેતન ભાઈ અને બીજા મિત્રો દ્વારા સતત મદદના કારણે આજે રાજેશભાઈના કમરના મણકાનું ઓપરેશનનો તમામ ખર્ચો મેં જાતે ઉપાડવાનું નક્કી કર્યુ , બે દીકરીઓ અભ્યાસ ચાલુ રાખે એવો સંકલ્પ અમે કર્યો

