દાનહ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફૂટબોલ (બહેનો) ની ટીમ પસંદગીનું આયોજન તારીખ 12-12-23 ના રોજ દોલત-ઉષા ઇન્સટીટયુટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ઇન્સટીટયુટ ધીરૂ-સરલા ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ, વલસાડની યજમાની હેઠળ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ અલગ 12 જેટલી કોલેજની કુલ 35 ફૂટબોલ ખેલાડી બહેનો એ ભાગ લીધો હતો, જેમાં ઇન્સટીટયુટ દોલત-ઉષા ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ધીરૂ-સરલા ઇન્સટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ, વલસાડ ના એસ.વાય.બીએસસી માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કું.સ્વાતી પાંડુભાઈ મિશાળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફુટબોલ(બહેનો)ની ટીમમાં પસંદગી પામી છે.
ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ફુટબોલ ટુર્નામેન્ટ રમવા માટે આઈ.ટી.એમ.યુનિવર્સિટી, ગ્વાલિયર મુકામે જશે. આ સિધ્ધી બદલ કોલેજના આચાર્યશ્રી ડો.સ્નેહલ કે. જોશી, શારીરિક શિક્ષણના પ્રા.ડૉ.ભાવિન પટેલ તથા વિવિધ વિભાગીય વડાઓ અને સ્ટાફે કું.સ્વાતિને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.











