સેલવાસા: 31મો આદિવાસી સાંકૃતિક એકતા મહાસંમેલન દાનહના આથોલા ખાતે જાન્યુઆરીમાં યોજાઈ રહ્યો છે.આ કાર્યક્રમ માટે સમસ્ત આદિવાસી સમાજના યુવાનો એકમંચ થઈને આયોજનમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે.પક્ષ અને સંગઠનને એકબાજુ રાખીને આ મહા સંમેલનને સફળ બનાવવા દાનહના યુવાઓ એકમંચ પર આવીને સાથ સહકાર આપી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આયોજન માટે ગુરૂવારના રોજ યોજાયેલી મિટિંગમાં દાનહના અલગ અલગ રાજકીય પક્ષ,સંગઠન, સામાજિક સંસ્થા સાથે જોડાયેલ યુવાઓ એકસાથ આવ્યા હતા. આ યુવાઓ સંમેલનને સફળ બનાવવા માટે તન મન ધનથી મદદરૂપ થવા માટે તૈયારી બતાવી રહ્યા છે ત્યારે દાનહના રાજકીય દિગ્ગજ નેતા, રાજકીય અગ્રણી પણ એક મંચ પર આવીને સંમેલનને સફળ બનાવે એવું સમગ્ર આદિવાસી સમાજ ઈચ્છી રહ્યું છે.
સંમેલન સંદર્ભે યોજાયેલી આ મિટિંગમાં પ્રભુ ટોકીયા, ધરમપુરના અગ્રણી કમલેશ પટેલ, ભિલાડના એડવોકેટ મિતેષ પટેલ, સુરેશ વઘાત, એડવોકેટ દિપક કુરાડા, વિનય કુંવરા, સુનિલ વારલી, બ્રિજેશ ભુસારા, સતીશ ખરપડીયા, અજય પટેલ, ધર્મેશ પટેલ હાજર રહ્યા હતા.