નવસારી: દક્ષિણ ગુજરાતમાં યુવાનોમાં અભ્યાસની સાથે સાથે રમતોમાં પણ ઋતબો જોવા મળે છે ત્યારે હાલમાં આયોજિત ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન તીરંદાજી ટુર્નામેન્ટમાં ક્રમશઃ નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના યુવા પેઢી કે જે હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી તીરંદાજી ટીમ માં શિલેકશન થઈ વેસ્ટ ઝોન પંજાબમાં ભટિન્ડા યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા તીરંદાજી પ્રતિયોગીતામાં ભાગ લેશે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ખેલાડીઓ ગાંવિત હાર્દિક નટુભાઈ નવાનગર-વાંસદા અભ્યાસ એમ.કોમ ચીખલી કોલેજ, બિરારી પ્રતીક શિવરામ ભાઈ ગામ, બારખાંધિયા, વઘઈ – ડાંગ, ભડાગી નવિન કિશનભાઇ- વેરીભવાડા કપરાડા કે જેવો વનરાજ કોલેજ ધરમપુર અને ગામીત ઉત્તમ યોગેશ ભાઈ, ટિચક્યા તાપી જિલ્લો તમામ તિરંદાજી ખેલાડીઓ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ પંજાબના ભટિનડા ખાતે કરશે.

નવસારીના વાંસદાના ટ્રેનર ડૉ. વિજય પટેલ જણાવે છે કે દક્ષિણ ગુજરાતના આવા ઘણા યુવા મિત્ર અભ્યાસ સાથે સાથે કુશળ કૌશલ્યનો હેતું સાથે ઓલ ઇન્ડિયા સુધી ખૂબ સારું પ્રદર્શન કરે એ સાથે અભિનંદન પાઠવ્યા છે.