ડાંગ: આદિવાસી વિસ્તારના ટ્રાઈબલ ડાંગી બોય ટી.આર કામડીએ ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવ માં ડાંગના ડુંગર દેવમાં ગવાતું ગીત ગાય અને રેપ રજૂ કરી ડાંગી તાલે ઝુમાવ્યા..
જુઓ વિડીઓ…
નાગાલેન્ડ ગવર્મેન્ટ દ્વારા આયોજીત ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલ જે તારીખ 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી તેનું આયોજન થાય છે જેમાં ડાંગ ના ડાંગી બોય ટી આર નામના યુવાને ડાંગી આદિવાસી ગીત ગાય લોકો ને ડાંગી તાલે ઝૂમાવ્યા, હોર્નબિલ ફેસ્ટિવલ આખા ભારત ભરમાં ખુબજ પ્રચલિત ફેસ્ટિવલ છે. જેમાં દેશ વિદેશ થી ઘણા પર્યટકો નાગાલેન્ડના કાશીમા ખાતે આવે છે,
આ વર્ષે પણ નાગાલેન્ડ સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાટા સ્ટીલ ફાઉન્ડેશન ના સંવાદ રિધમ ઓફ ધ અર્થ નું ગ્રુપ જે લદાખના આદિવાસી દાસુગ બેન્ડ સાથે મળી પોતાના આદિવાસી સમૂહ ની કૃતિઓ રજૂ કરી, રિધમ ગ્રુપ ગુજરાત, કેરળ, આસામ તેમજ ઝારખંડના કલાકારો દ્વારા બનાવાયેલું ગ્રુપ છે જેમાં ગુજરાતના ડાંગ ખાતે થી ડાંગી બોય ટી આર નામના કુનબી આદીવાસી યુવાને ડાંગના “ડુંગર દેવ” માં ગવાતું “ધવળા બઇલ” ગીત રજૂ કર્યું હતું. ઇન્ટનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલ માં પરફોમ કરનાર તેઓ પ્રથમ કલાકાર છે, જેમણે આટલા મોટા સ્ટેજ ઉપર પરફોમ કરી ડાંગના આદિવાસી સમાજ તેમજ ગુજરાતના કલાકાર તરીકે ડંકો વગાડ્યો…

