વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની વિદ્યાકિરણ ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક શાળા ઉનાઈની વિદ્યાર્થીનીએ ભરતનાટયમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વાંસદા તાલુકા કક્ષાની કલા મહાકુંભ ગુરુકુલ વિદ્યાલય રાણી ફળીયા વાંસદામાં રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ભરતનાટયમ સ્પર્ધામાં પ્રથમ આવનાર મહુવા તાલુકાના વહેવલ ગામની આદિવાસી દીકરી રિદ્ધિ કલ્પેશ પટેલ છે. જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર Riddhiempress ના નામે જાણીતી છે આ દીકરી વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે વિદ્યાકિરણ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે વાંસદા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ભાગ લઇ પોતાની પ્રતિભા બતાવી હતી.

કલા મહાકુંભમાં ઘણાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો ૬ થી ૧૪ વયજુથમાં ઉનાઈની વિદ્યાર્થીની રિદ્ધિ કલ્પેશ પટેલે ભરતનાટયમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાકિરણ સ્કૂલનું ગૌરવ અને વહેવલ ગામનું નામ રોશન કર્યું હતું. રિદ્ધિ ની સિદ્ધિ માટે શાળા પરિવારે બાળાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પઠાવ્યા હતા.