વાંસદા: અંકલાછ, વણજાર વાડીમાં સતિમાળ, અંકલાછ, કામળઝરી, ખાનપુર, બારતાડ, રવાણીયા, લાકડબારી જેવા વાંસદા તાલુકાના ગામોમાં 170 જેટલાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માજી શાસક પક્ષ વાંસદાના નેતા બીપીન માહલા એ રીંગણ, મરચા, ટામેટાના છોડવા વિતરણ કર્યા છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે છોડની ખૂબ કાળજી રાખીને ઉછેર કરવો, પાણીનું ખૂબ ધ્યાન રાખવું, છોડને છાયડો અને સમયસર તાપ મળે એવી જગ્યા પર રાખવો. એને સૂર્ય પ્રકાશની ખૂબ જ જરૂર હોય છે જેમ માણસને સૂર્ય પ્રકાશની જરૂર સવારે પડે છે તેમ છોડને પણ જરૂર પડે છે. બીજું ખાસ કે નિયમિત ઓર્ગેનિક ખાતર અને છાણીયા ખાતરનો ઉપયોગ કરવો જેથી વ્યવસ્થિત ફળ વિકસિત થાય અને જે ફળ આવે તેનો ભાવ પણ સારો મળશે એવી સલાહ બીપીન માહલાએ આપી હતી.
આ વિતરણ પ્રસંગે સરપંચ, ગામના આગેવાનો મનોજભાઈ, જયસિંગભાઈ, ધીરુભાઈ ગામના તેમજ આસપાસના યુવા અક્ષય ગાંવિત, સંદીપ ગાંવિત જેવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

