વાંસદા: વિશ્વની જેમ જ ભારતમાં પણ દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં 1992માં કરી હતી.
Decision news એ મેળવેલી વિગતો મુજબ વિકલાંગ દિવસ, વિકલાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આપણી કુલ વસ્તીમાંથી લગભગ એક અબજ લોકો એટલે કે 7 અબજ અથવા વિશ્વની લગભગ 15 ટકા વસ્તી, અમુક પ્રકારની વિકલાંગતા સાથે જીવે છે. કુલ વિકલાંગ વસ્તીના 80 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. 10 કરોડથી વધુ વિકલાંગ બાળકો છે.
વિકલાંગ લોકો વૈશ્વિક સમસ્યાઓના આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામોથી ‘અપ્રમાણસર’ અસરગ્રસ્ત થયા છે. તેથી, વિશ્વના ટકાઉ વિકાસ (sustainable development)માં દિવ્યાંગ લોકોની ભાગીદારી વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

