ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને આદિવાસી વિસ્તાર ધરાવતતોધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક તાત્કાલિક કાર્યરત કરવા બાબતે રજુઆત કરવામાં આવી આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડબેંક ઝડપથી શરૂ કરવાની માંગ કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં બ્લડબેંકના તમામ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ મહેકમ મંજૂરી તથા બ્લડ ચકાસણી પ્રમાણપત્ર મળે તો બ્લડબેંક તાત્કાલિક કાર્યરત થઈ શકે એમ છે અને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ધરમપુર, કપરાડા, વાંસદા, મહારાષ્ટ્ર વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ 150 બેડની સ્ટેટ હોસ્પિટલમાં દરરોજ આશરે 250 થી 300 દર્દીઓ દાખલ થતા હોય છે ત્યારે માસિક સરેરાશ 400 થી 500 પ્રસુતિ અને વિવિધ ઓપરેશન પણ થાય છે સિકલસેલ માં પણ બ્લડ વધારે જરૂર પડે છે તો આ સમયે દર્દીના સગાએ વલસાડ કે પારડી જવાની નોબત આવે છે.
આ મુદ્દાને ધ્યાને લઈએ તો ધરમપુર આદિવાસી વિસ્તારમાં બ્લડ બેંક બાબતે બાકી રહેલી કાર્યવાહી તાકીદે પૂર્ણ કરી બ્લડબેંક કાર્યરત કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી અને વહેલી તકે બ્લડબેંક ચાલુ કરવામાં એવી માંગ ધરમપુર તાલુકા અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા કરાઈ છે અને જો આ કાર્ય ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં ઘરણાંનો કાર્યક્રમ આપવાની પણ તૈયારી છે. એમ લેખિત રજુવાત કરાઈ છે.

