વાંસદા: ગઈકાલે વાંસદા તાલુકાનાં તોરણીયા ડુંગર પર આ ધરતીના મૂળ નિવાસી ગણાતાં અને જેની સંસ્કૃતિ અને સમાજ કરતાં ભિન્ન અને જૂની છે એવા આદિવાસી સમાજના આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ અને તોરણીયા ડુંગર દેવ પૂજાનો કાર્યક્રમ યોજાશે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના પ્રખ્યાત તોરણીયા ડુંગર પર જે ડુંગર દેવનું સ્થાનક છે ત્યાં આદિવાસી સમાજના આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ અને તોરણીયા ડુંગર દેવ પૂજાનો કાર્યક્રમ ગઈકાલે એટલે કે રવિવારના રોજ થવાનો છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ ઝલક, આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો, પહેરવેશ, નૃત્ય, વેશભૂષાનાં મનમોહક દૃશ્યોની સાથે આદિવાસી વાનગીઓનું ભોજન પીરસતા સ્ટોલ લગાવવામાં આવશે નું આયોજકોનું કહેવું છે.

