વાંસદા: ચોક બોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી- સરા વાંસદા તાલુકાના યુવાધન ક્રમશઃ બેઝિક,એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરેલ છે સાથે હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયમાં “એક વાર ફરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો.”
Decision News ને મળેલી માહિતી મુજબ સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો લહેરાવ્યો તયાર બાદ જવાહર ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ કોર્સ તારીખ ૨૮જુન થી૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો એમાં રોક કલાઈમ્બિંગ & સ્ટ્રીમ ક્રોસિંગ , આઈસ કલામબિંગ , ક્રેવાસ રેસક્યુ, બેઝ મેકિંગ જેવી એકટીવીટી કરાવામાં આવી , સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ, સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા પહેલા ક્રમે રહી હતી.
ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખાતે એડવાન્સ માઉન્ટ કોર્સ તારીખ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર કાર્યરત રહ્યો રોક ક્લાઇમિંગ, ક્રેવાસ રેસકયુ , લેડર લોન્ચિંગ ,લેડર ક્રોસિંગ , આઈસ ક્લાઈમ્બિંગ , લોર્ડ ફેરી, એક્સપિટિશન પ્લાનિંગ જેવી એકટીવીટી કરાવામાં આવી . અને HMI ઇન્સ્ટિટયૂટ બે બેઝ કેમ્પ 15,500 ફુટ પર હતું અને એડવાન્સ બેઝ કેમ્પ16,200 ફુટ પર હતો હાઈટ ગેન 17,500ફુટ ( કાબરુ ડોમ કેમ્પ ૧) પર થયું. આમ પહાડો કે દહાડો કે દિવાને, હાથ લિયે તિરંગા હરા, ફરહાને ચલે નિલ ગગન ” સૂત્રને સાકાર બનાવનાર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર ચાલતી સંસ્થાન પર્વતારોહણ, આરોહણ અને અવરોહણ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યુવાધાનો માટે એડવેન્ચર અને બેઝિક તાલીમ પૂરી પાડે છે જેમના થકી આજે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં પર્વતારોહણમાં પણ ખૂબ સારો જોવા મળે છે. જે હાલમાં કાજલ મહલા એક સફળ હિમાલય ટ્રેકર તરીકે સફળતા પ્રાપ્ત કરેલ છે.

