વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રંગપુર ગામમાંથી પસાર થતાં હાઈવે પર ચીખલી તાલુકાના ગોડથલ ગામના એક યુવાનનું બાઈક અકસ્માત થતાં ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મોત થયાની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકાના ગોડથલ ગામના એક યુવાન વાંસદાના રંગપુર ગામાથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની KTM બાઈકનો અકસ્માત થયો હતો જેમાં તેની ઘટના સ્થળ પર મોત થયું હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ બન્યા છે. હાલમાં આ આકસ્મિક મોતની ઘટનાને લઈને પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

સ્થાનિક લોકોનું કહેવું હતું કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે આ યુવક અકસ્માત થતાં જ ઘટના સ્થળ પરથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. તે ખુબ જ ઝડપથી બાઈક હંકારી રહયાનું પણ લોકો જણાવી રહ્યા છે.