ડેડિયાપાડા: ગતરોજ ડેડિયાપાડાનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર મોટો ચુકાદો આવ્યો છે, કોર્ટે ચૈતર વસાવાને કોઈ રાહત આપ્યા નથી. ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નર્મદાની ડિસ્ટ્રીકટ કોર્ટે ફગાવી દીધી છે.
ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા 17 દિવસથી વધુ દિવસ થયા છે તેઓ પોલીસની પકડથી દૂર છે. તેમણે આગોતરા જામીન મેળવવા માટે નર્મદાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે સુનાવણી માટે 20મી નવેમ્બરની તારીખ આપી હતી. સોમવારે ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી બાબતે સુનાવણી કરવામાં આવી હતી. આરોપી અને ફરીયાદ પક્ષની દલીલો સાંભળ્યાં બાદ જજે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે મંગળવારના રોજના ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટે ગુના માટે વપરાયેલું હથિયાર હાલ કબ્જે લેવાયું નથી તે કારણોસર તેમના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
ચૈતર વસાવા પાસે હવે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીનો વિકલ્પ બચ્યો છે..











