વલસાડ: વર્તમાન સમયમાં હૃદયરોગના હુમલાના કારણે યુવાન વયે મોત થયાની ઘટનાઓનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડ ખાતે નેશનલ હાઈવે પર આવેલી ફલસ હોટલમાં વેટર તરીકે કામ કરતા યુવાન મોડી રાતે અચાનક હાર્ટએટેક આવ્યાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડના ગુંદલાવ ગામમાં નેશનલ હાઈવે પર આવેલી ફલસ હોટલમાં વેટર તરીકે કામ કરતા 28 વર્ષીય ડેડીયાપાડાના સોલિયા ગામના મૂળ રેહવાસી નરેશભાઈ વસાવા નામના યુવાનને અચાનક હદયમાં દુઃખાવો ઉપાડ્યો અને રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ તે જમીન પર ઢળી પડ્યો અને તેને સારવાર માટે પહોંચાડવામાં આવતા 108 ની ટીમે મૃત જાહેર કર્યો હતો.
નરેશ ભાઈ વસાવા મુળ રેહવાસી સોલીયા ગામ ડેડીયાપાડા નર્મદા જિલ્લાના રહેવાસી હતા તેઓ વલસાડના ગુંદલાવ ગામમાં નેશનલ હાઈવે પર આવેલી ફલસ હોટલમાં વેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હોટેલના પાછળ રૂમ પર રહેતા હતા ત્યારે ગતરોજ મોડી રાતે હોટલના કામ પતાવીને લગભગ 1 વાગ્યા બાજુ તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા અને તેમના મિત્ર દ્વારા આ અંગે હોટેલના માલિકને જાણ કરવામાં આવી અને તેમને સારવાર માટે 108 ની મદદથી ખસેડવામાં આવ્યા હતા ત્યાં જ હાર્ટ એટેક થી તેમની મૃત્યુ થઇ ગયું હોવાનું 108ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાણવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને હોટેલના માલિક દ્વારા વલસાડ રૂલર પોલીસને ફરિયાદ લખાવવામાં આવી છે.

