સાગબારા: ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા આરોપ લગાવી ખોટા કેસ કરી આપણા ધારાસભ્યશ્રીને સમાજના ના કામો કરતા અટકાવવાનુ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એવા આક્ષેપ વહીવટીતંત્ર પર લગાવી ગતરોજ ચૈતર વસાવા નિર્દોષ છે એમ કહી સાગબારાનું બજાર સ્વેચ્છીક બંધ રાખ્યું હતું.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ડેડીયાપાડા બંધ બાદ ગતરોજ સાગબારા તાલુકાના આદિવાસી સમાજના લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા આરોપ લગાવી ખોટા કેસ કરી આપણા ધારાસભ્યશ્રીને સમાજના ના કામો કરતા અટકાવવાનુ ષડયંત્ર કરવામાં આવ્યું છે એવો વહીવટીતંત્ર પર આક્ષેપ લગાવી સેલંબા બજાર અને સાગબારા બજાર સ્વેચ્છીક બંધનુ એલાન કર્યું હતું અને સફળ બનાવ્યું હતું.

હાલમાં ડેડીયાપાડામાં આદિવાસી સમાજના લોકોમાં ચૈતર વસાવાને લઈને જંગી સંખ્યામાં લોકો સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા અનુસાર અગામી સમયમાં વહીવટીતંત્ર જો સત્યને સાથ ન આપે અને જે નિર્દોષ આદિવાસી નેતાઓ કે આગેવાનોને ફસાવવાના ષડ્યંત્ર રચવાનું બંધ નહિ કરે તો આવનારા સમયમાં વહીવટીતંત્રના અધિકારીઓને ગામડાઓમાં જવું ભારે પડશે એ નક્કી છે.