વ્યારા: ગતરોજ વ્યારાના ઇન્દુ ગામમાં એક પરણિત દંપતીએ ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાતાં ભારે ચકચાર મચી હતી. જોકે દંપતીએ કયા કારણસર આપઘાત કર્યો કારણ હજુ અકબંધ રહ્યું છે.
Decision news ને મળેલી વિગત અનુસાર વ્યારાના ઇન્દુ ગામમાં રહેતા અજયભાઇ જયંતિભાઇ ગામીત અને મેઘનાબેન અજયભાઇ ગામીતનાઓ કોઇ અગમ્ય કારણોસર પોતાનાં ઘરમાં ગુરુવારે રાત્રે 9.30 પછી હરકોઇ વખતે રસોડાનાં ભાગે આવેલ સળિયા સાથે નાઈલોનની દોરી બાંધી બંને છેડાનો ગાળિયો બનાવી બંને મરણજનારે અલગ અલગ ગળિયા ગલામાં પહેરી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગેની અજયની માતા કમળાબેન જયંતિભાઇ ગામીત (ઉ.વ.52)નાઓએ ઘટના અંગેની પોલીસને જાણ કરી હતી. પોલીસે દંપતિની લાશનો કબજો લઇ વ્યારા જનરલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયા હતા.

