સુરતઃ ગતરોજ સુરત યુનિવર્સિટી માં નજીવી જમવાની બાબતને લઈને અદાવત રાખી કાઠીયાવાડી છોકરાઓએ એમના કાઠીયાવાડી ગુંડાઓને બોલાવી આપણા આદિવાસી છોકરાઓને બહાર બોલાવી હોકી,પાઇપ અને સ્ટપનો માર મારી ધમકી આપી પોતાનો રોફ બતાવ્યો હતો અને ભાગી ગયા હતા

Decision news ને મળેલી વિગત અનુસાર જમવામાં તિખી અને મીઠી દાળની માંગણીનાં સામાન્ય વિવાદમાં આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનાં બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં તીખી દાળની માંગણી કરનારા ત્રણ આદિવાસી વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગુંડા તત્વો ની સામે એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી આવા ગુંડા તત્વો જો આપણા આદિવાસી છોકરાઓને મારશે તો હવે પછી સમાજ ચૂપ બેસી રહેશે નહીં આનો જવાબ જરૂરથી આપીશું યુનિવર્સિટીમાં છોકરાઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવે છે નહીં કે ગુંડા બનવા.