આહવા: મહારાષ્ટ્રના સાગરભાઈ જયરામ વાઘ પોતાના બે મિત્રો સાથે આહવામાં મજુરોની શોધમાં આવ્યા હતા. તેમને રાત્રી દરમિયાન લુંટી લેવાની ઘટના બનવા પામે છે જેમાં દાવદહાડ ગામની મહિલા અંતુબેનનું નામ આરોપી તરીકે આવી જતાં તેણીએ માનહાનીનો દાવો માંડયો છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે 8 ઓકટોબર 2023 ના રવિવારે મહારાષ્ટ્રના સાગરભાઈ જયરામ વાઘ પોતાના બે મિત્રો સાથે આહવામાં મજુરોની શોધમાં આવ્યા હતા. તેમની મુલાકાત લીંગા ગામનાં અરુણભાઈ શુકરભાઈ પવાર થઇ અને સાંજે 7 વાગ્યાની આસપાસ દાવદહાડ ગામમાં રહેતી અરુણભાઈની અંતુબેન નામની મહિલાને ત્યાં ઘરે જઈ પાણી પી ને રવાનાં થઈ જાય છે. ત્યાર બાદ જે મહારાષ્ટ્ર થી આવેલ ત્રણેય વ્યક્તિઓ પીકપ ટેમ્પો લઈને આવ્યા હતા તે દાવદહાડ ગામમાં પાર્કિંગ કરી દે છે અને તેમાં બે વ્યક્તિઓ રોકાઈ છે. અને સાગરભાઈ જયરામભાઈ વાઘ તથા ડાંગના અરુણભાઈ શુકરભાઈ પવાર તથા તેમનાં ત્રણેય મિત્રો બાઈક લઈને બીજા ગામ તરફ જાય છે અને ત્યાં રાત્રે લગભગ 1:30 વાગ્યે મહારાષ્ટ્ર થી આવેલ સાગરભાઈ પર રહેલા 7000 રુપિયા રોકડા અને મોબાઈલ ડાંગના આ વ્યક્તિઓ દ્વારા લૂંટી લેવામાં આવે છે. આ વાત ખુદ આરોપીઓ કબુલે છે.
આ લૂંટની ઘટનાને લઈને દાવદહાડ ગામની અંતુબેન મુકેશભાઈ પવાર બિલકુલ અજાણ છે. તેમના અરુણભાઈ અને બાકીના તમામ લોકો ક્યાંથી આવ્યા..? કોણ છે..? અને કેટલા રૂપિયા લૂંટી લેવાયા તે બાબતથી અંતુબેન બિલકુલ અજાણ છે.. આ બનાવમાં તેમનો કોઈ હાથ નથી. તેમ છતાં સાગરભાઈ અને તેમના મિત્રો દ્વારા અંતુબેન ના ઘરે રાત્રે 2: 00 વાગ્યે જઈ તેમને ઘરમાંથી બહાર બોલાવી મારવાની ધમકીઓ આપતા આહવા ખાતે પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરુદ્ધ અંતુબેન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને પોતાના સમાજમાં નામની બદનામી થતાં તેમણે આ વ્યક્તિઓ વિરુદ્ધ માનહાની કેસ દાખલ કર્યો છે.

