ગુજરાત: શું તમે જાણો છો ડિસેમ્બર-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા પક્ષો દ્વારા કુલ 351.24 કરોડ રૂપિયાનો સત્તાવાર રીતે ખર્ચ કરાયો હતો તેમાંથી 209.44 કરોડ રૂપિયા તો માત્ર પ્રચાર- પ્રસાર માટે વપરાયા હતા

ADR દ્વારા કરાયેલા વિશ્લેષણ મુજબ વાત કરીએ તો ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં રાજકીય પક્ષોને કુલ 2088.81 કરોડનું ભંડોળ મળ્યું તેમાં ગુજરાતમાંથી 111 કરોડ, હિમાચલ પ્રદેશમાંથી 22 કરોડ અને બાકીના 1943 કરોડનું ભંડોળ જે તે રાજકીય પક્ષના કેન્દ્રીય મથકને મળ્યું હતું. આ ચુંટણીઓમાં ભાજપને કુલ 1800.72 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું અને સૌથી વધુ ખર્ચ ભાજપ દ્વારા 259.65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જયારે કોંગ્રેસને કુલ 209.46 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યુ જેમાંથી 130.63 કરોડનો ખર્ચ કરાયા હતા.

ગુજરાતમાં તમામ પક્ષના ઉમેદવારો પાછળ 127.73 કરોડ રૂપિયાનો ખર્ચાયા હતા. જાહેરાતોમાં 13.88 કરોડ, પ્રવાસ ખર્ચમાં 37.11 કરોડ, સોશિયલ મીડિયા માટે 2.58 કરોડનો ખર્ચ કરાયો. ભાજપને સેન્ટ્રલ હેડ મથકે 1733 કરોડ, ગુજરાત સ્ટેટ યુનિટમાં 63.81 કરોડ એમ કુલ 1800 કરોડનું ફંડ મળ્યું, કોંગ્રેસને સેન્ટ્રલ હેડ મથક ખાતે 143 કરોડ અને સ્ટેટ યુનિટને 47.43 કરોડ મળ્યા, આમ આદમી પાર્ટીને સેન્ટ્રલ હેડ મથક ખાતે 59.29 કરોડ અને સ્ટેટ યુનિટમાં 10 લાખ રૂપિયા મળ્યા હતા અને અન્ય પક્ષોને પણ ઓછી રકમનું ફંડ મળ્યા જાણવા મળ્યું છે. તો હવે સવાલ એ છે કે 2024 માં આવનારી લોકસભાની ચુંટણીમાં કેટલાં કરોડો કે અજાબો રૂપિયાનો ખર્ચ થશે..!