વાંસદા:શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે‘ આ વાક્યને ચરિતાર્થ કર્યું એવા એક શિક્ષક એટલે પીપલખેડ ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જયંતીભાઈ ગાવિત..

ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાના પીપલખેડ ગામના વતની અને પીપલખેડ ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જયંતીભાઈ ગાવિત બાળકોના ખુબ પ્રિય શિક્ષક હતા. તેમણે હંમેશા બાળકોમાં સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરી દેશની પ્રગતિ માટે વિધાર્થીને તૈયાર કરવાની બખૂબી નિભાવી છે. જ્યાં સુધી તેઓ ગુરુ પદ પર રહ્યા ત્યાં સુધી પાણીની જેમ સતત વહેતા રહ્યા હતા અને પોતાના જ્ઞાનના પ્રકાશથી બાળકોને પાણી પીવડાવતા હતા અને દરેકના જીવનમાં ખુશીઓ ફેલાવતી હતી. ત્યારે એમની વય નિવૃતિનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં હાજર બધાની જ અશ્રુ ભીની થઇ ગયું હતું.

આ પ્રસંગે શ્રી જયંતીભાઈ ગાવિતને અનેક ભેટ સૌગાતો મળી હતી. ત્યારે તેમને સંવિધાનનુ પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું જે કાર્યક્રમ અનોખી ભેટ હતી. આજે એમનો નિવૃતિ બાદ એમની જીવન સંપૂર્ણ સ્વસ્થ રહે તેમજ દિનચર્યાનો સમય પરિવારની સાથે આનંદમય રીતે પસાર કરે અને સમાજ માટે પણ ઉત્તરદાયિત્વ નિભાવશે એ માટેની તેઓને વયનિવૃતિ માટેની બધા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.