તાપી: ગ્રામીણ વિકાસના મહત્વને સમજી અને જન ભાગીદારીથી ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસરત રહેતા એવા સુફિયાનભાઈને જે કપ્લેથા ગામના સરપંચશ્રી છે જેનેં માટે ગ્રામજનો પોતાને આ ગામના નાગરિક હોવાનું અભિમાન કરે છે.

આદિવાસી સામાજિક આગેવાન મનીષ શેઠ જણાવે છે કે સરપંચ તો આવા હોવા જોઈએ જે પોતે એક સરપંચ તરીકેની ગામ અને સમાજની ફરજ સમજે. તાપીના કપ્લેથા ગામના સરપંચશ્રી સુફિયાનભાઈને દિલથી સલામ કરીએ છીએ કે જેમણે એમના પોતાના ગામમાં એક આદિવાસી દીકરી ઉપર બળાત્કાર થયો હતો અને એ વ્યક્તિ એમના પોતાના એટલે મુસ્લિમ સમાજનો હોવા છતાં પણ સુફિયાનભાઈ એ રાત દિવસ દોડમદોડી કરી અન્યાયનો ભોગ બનેલી આદિવાસી દીકરીને ન્યાય અપાવવા માટે અને અપરાધીને ફાંસીના માચડે સુધી પહોંચાડવામાં ઘણી મહેનત કરી હતી.

 વધુમાં એમણે ઉમેર્એયું કે હાલમાં સરપંચશ્રી સુફિયાનભાઈ પોતાના ગામમાં 435 થી પણ વધુ આવાસ યોજના હેઠળના આદિવાસી ભાઈઓના ઘર બનાવવાની કામગીરી ચાલુ કરી છે. દરેક ભાઈઓને આવાસના ઘર નહીં પણ એક આલિશાન ઘર બનાવ્યું હોય એવો અહેસાસ થાય છે. દરેક આદિવાસી ભાઈઓ બહેનોને ગામમાં એમને દુઆ અને આશીર્વાદ આપે છે. આવા સરપંચો જો હોય તો ગામનો વિકાસ સમાજનો વિકાસ ખૂબ ઝડપે થાય એમાં કોઈ બેમત નથી.. અમે તેમને દિલથી સલામ કરીએ છીએ.