સુરત: ગતરોજ સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના ટી.વાય.બી.એસ.સી કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા વસાવા જેકીશભાઈ વેસ્તાભાઈની પસંદગી અગ્નિવર (ઇન્ડિયનઆર્મી) તરીકે થઈ છે. ત્યારે કોલેજના આચાર્ય દ્વારા અભિનંદન પાઠવ્યા આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં ટી.વાય.બી.એસ.સી કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા વસાવા જેકીશભાઈ વેસ્તાભાઈની પસંદગી અગ્નિવીર (ઇન્ડિયનઆર્મી) તરીકે થઇ છે. હાલ તેઓ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને અરૂણાચલપ્રદેશમાં સેવા માટે જઈ રહ્યા છે. તેમના કોલેજના આચાર્ય આચાર્ય શ્રી ડૉ .પાર્થિવ.કે.ચૌધરી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં દેશની સેવા કરો અને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વચનો આપ્યા હતા. વસાવા જેકીશભાઈ હાલ કોલેજમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે એવી અપેક્ષા સાથે સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસગે કોલેજના રક્ષાબેન બી.પટેલ, કુમાર જી ગામીત, મયુર આઈ. મોરજા, હાર્દિક ડી.તડવી, ઝંખનાએમ.ચૌધરી, પ્રીતિ ડી. ચૌધરી, દીપિકા પી. ચૌધરી, કમલ આર. ચૌધરી, દિપક આર. સોલંકી આ તમામ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા.

