પારડી: ગતરોજ પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થી ની કૃતિ પ્રોજેક્ટ “લાઈફ સેવિંગ વિન્ડો” રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, દિલ્હી ૧૦ માં રાષ્ટ્રીય કક્ષાના ૯ થી ૧૧ ઓક્ટોબર ૨૦૨૩ દિલ્હી મુકામે પ્રદર્શનમાં સમગ્ર ભારત દેશમાંથી 29 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં 29 રાજ્યો માંથી આવેલ 500 જેટલા પ્રોજેક્ટ માંથી ઉત્તમ 60 પ્રોજેક્ટની પસંદગી થઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ જેમાં પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થી ની કૃતિ પ્રોજેક્ટ “લાઈફ સેવિંગ વિન્ડો” રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. ખેરલાવ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જિયાંશ મનીષભાઈ પટેલે શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન કુમાર રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સેવિંગ વિન્ડો નામની કૃતિ તૈયાર કરી હતી, જે હવે રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રદર્શનમાં મુકાશે. આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી રાજ્યકક્ષાએ રજૂ કયાઈ હતી. જે રાજ્ય કક્ષાએ પસંદગી પામી હાલ ૯ થી ૧૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય કક્ષાએ ન્યુ દિલ્હી ખાતે રજૂ કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કક્ષાએ પણ આદર્શ બની છે. અને હવે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે.
જે બદલ ગામ ના સરપંચ શ્રી, તાલુકા પ્રાથમિક અધિકારીશ્રી મીનાબેન પટેલ, શ્રીમતી હેતલબેન ગાંધી, શકુંતલાબેન પટેલ S.M.C સમિતિના સભ્યોએ વિદ્યાર્થીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

