નર્મદા: ડેડીયાપાડાના કોલીવાડા ખાતે મેરી મિઠ્ઠી મેરા દેશ કાર્યમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, અહીંયા પોલીસ જ લાખો રૂપિયા લઈ ઉપર રહીને દારૂનો ધંધો કરાવે છે. તો બીજી બાજુ આ મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મનસુખ વસાવાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. એમણે સરકારને ચીમકી આપી છે કે, નર્મદામાં દારૂ-જુગારના ધંધા બંધ કરવાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો જનતા રેડ કરીશું.

 જુઓ વીડિઓ..

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડા ચાલે છે મનસુખભાઈની એ વાતનું હુ સમર્થન કરું છું. પરંતુ મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી તમે સાંસદ છો. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે. તે છતા ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. એવું મનસુખ વસાવાએ સ્વીકાર્યું એના હું એમને અભિનંદન આપુ છું.