રાજપીપળા: નાંદોદ તાલુકાનાં માંડણ ગામના એક શિક્ષિત યુવાન દ્વારા પાણી પુરવઠા અને વાસ્મોના ભ્રષ્ટાચારનો પોલ ખોલતો વિડીયો વાયરલ કર્યો છે જેમાં જે માંડણ ગામમાં પીવાના પાણીને લઈને શું સ્થિતિ છે તેની વાસ્તવિકતા દેખાય છે.
જુઓ વીડિઓ..
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે માંડણ ગામમાં રહેતા આદિવાસી મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે. ત્યારે તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારની ” નળ સે જળ યોજના” અંતર્ગત આ ગામમાં કામ પૂર્ણ જાહેર થઇ ગયું છે. આ યોજનામાં વાસ્મો અને પાણી પુરવઠા તેમજ નાંદોદ તાલુકામાંથી આ યોજનામાં કામ કરતી એજન્સીઓ સાથે મિલીભગત કરીને યોજનાના કામો આધુરા કામો મૂકી રુપિયા પાસ કરાવી જલશા કરે છે. એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી કે કોઈ કામગીરીની સ્થિતિ વિષે તપાસ પણ કરતુ નથી.

