નવસારી: ગતરોજ આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ એલ પટેલ દ્વારા દાંડી થી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રાની શરૂવાત થનાર છે જેને લઈને નવસારી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી ખાતે દાંડી થી સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રાનું મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા દાંડીથી શરૂ કરવામાં આવશે અને ગાંધી આશ્રમ સુધી આ યાત્રા ચાલશે આ યાત્રાનું નામ ‘યુવા અધિકાર યાત્રા’ રાખવામાં આવ્યું હતું. જે દાંડીથી 13 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે. ‘જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો’ તે ઉદ્દેશ સાથે આ દાંડી યાત્રાનું આયોજન કરાયું હતું.

જેમાં આમ આદમી પાર્ટીના આદિવાસી યુવા નેતા ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા યુવા અને યુવરાજ સિંહ જાડેજા નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટેનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.