વઘઈ: વઘઈથી સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર કેટલાક ખરાબ મગજના જેમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ન હોય તેવા ઈસમોએ રસ્તાની સાઇટે માનવી, પશુ, પક્ષી, ઝરણા-નદી અને જંગલને નુકસાન કરે તેવું ઝેરી કેમિકલ નાખવામાં આવ્યું છે.
સ્થાનિક દિનકર નામના જાગૃત યુવા દ્વારા સ્થળ પર લીધેલી મુલાકાતમાં જોવા મળ્યું કે જ્યાં જ્યાં ઝેરી કેમિકલ નાખવામાં આવેલું છે. ત્યાંનો ઘાસ અને જમીન બળીને ખાખ થઈ ગઈ છે. અને વાતાવરણમાં ભળતાં દુર્ગંધથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તપાસ કરતા અંદાજે ૧૦૦લિટરના ઉપર આ ઝેરી કેમિકલ હોઈ શકે, વઘઈથી સાપુતારા આવતા રસ્તાની સાઇટે કોઈક જગ્યાએ ૧૦ લીટર, કોઈક જગ્યાએ ૨૦ લીટર કેમિકલ ઠાલવેલું હોય તેમ લાગી રહ્યું છે. વઘઈથી સાપુતારા સુધી ઘણી જગ્યાએ આ કેમિકલ રસ્તાની સાઇટે જોવા મળી રહ્યું છે.
સ્થાનિક નિવાસીઓ કુદરતની દેન નદીમાં નાહવા માટે, કપડા ધોવા માટે, પશુને પાણી પીવડાવવા માટે જતા હોય જો ગંભીર રોગ-ચાળો ફાટવાની પણ શક્યતા આ કેમિકલ દ્વારા થાય તો જવાબદારી કોની તે એક મોટો સળગતો પ્રશ્નો ઉભો થયો છે માટે કડકમાં કડક કાર્યવાહી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાય તેમ લોક માંગ ઉઠવા પામી છે.

